ચીનમાં સ્થિત હેકર્સે કોઈપણ પ્રકારની રોક-ટોક વિના લગભગ વર્ષ ૨૦૦૦થી ભૂતપૂર્વ ટેલિકોમ્યુનિકેશન જાયન્ટ નોર્ટેલને એક્સેસ કરી હોવાનું નોર્ટેલના ભૂતપૂર્વ કર્મચારી બ્રેઈન શિલ્ડ્સે જણાવ્યું હતું.
અભિનેત્રી કરિશ્મા કપૂર ડેન્જરસ ઇશ્ક મારફતે બોલિવૂડમાં બીજી ઇનિંગ્સ રમવા માટે મેદાનમાં ઉતરી રહી છે. ફિલ્મના ડિરેક્ટર વિક્રમ ભટ્ટે કહ્યું છે કે કરિશ્મા કપૂર આ ફિલ્મમાં ડ્રીમ રોલ ધરાવે છે.
શેરબજારમાં આજે તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેન્સેક્સ ૧૩૯ પોઇન્ટ ઉછળીને ૧૮૪૨૯ અને નિફ્ટી ૪૩ પોઇન્ટ ઉછળીને ૫૬૦૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો.
તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જોબ ઇન્ટરવ્યૂમાં પુરુષો કરતા મહિલાઓ વધુ સારી રીતે પોતાની વાત રજૂ કરી શકે છે. કારણ કે તેઓ પુરુષની સરખામણીમાં સ્ટ્રેસની સ્થિતિને વધુ સારી રીતે હાથ ધરે છે.
સુપ્રીમ કોર્ટે સામાજિક કાર્યકર તીસ્તા શેતલવાડ સામે તપાસ હાથ ધરવા બદલ ગુજરાત સરકારની આકરી ટીકા કરી છે. સાથે સાથે પ્રશ્નો પણ ઉઠાવ્યા છે ત્યારે આ મામલો ખૂબ જ સંવેદનશીલ હોવાનો મત પણ નિષ્ણાંતો વ્યક્ત કરે છે. ગુજરાત સરકારે તીસ્તા સામેના આ મામલામાં જોરદાર દલીલો કરી હતી.
બ્રિસ્બેન મેદાન પર આજે રમાયેલી કોમનવેલ્થ બેંક શ્રેણીની આઠમી મેચમાં શ્રીલંકાએ ભારત પર ૫૧ રને જીત મેળવી લીધી હતી. આની સાથે જ ભારતની કોમનવેલ્થ બેંક શ્રેણીમાં સતત બીજા હાર થઇ હતી. આ જીતની સાથે જ શ્રીલંકાને ચાર પોઇન્ટ મળ્યાં હતા. મેન ઓફ દ મેચ તરીકે કુલાશેકરાની પસંદગી કરવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય રાવસાહેબ શેખાવતની બિનહિસાબી રીતે એક કરોડની રકમ કબજે કરવાના સંબંધમાં અમરાવતી પોલીસ દ્વારા આજે પૂછપરછ કરવામાં આવી હતી. સુધરાઇ ચૂંટણી પહેલા એક કરોડની રોકડ રકમ મળી આવી હતી. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિની જનરલ સેક્રેટરી ગણેશ પાટિલ અને મોટી સંખ્યામાં વકીલો શેખાવતની સાથે અમરાવતીમાં આજે સવારે પોલીસ કમિશનરની ઓફિસમાં પહોંચ્યાં હતા.
ઉપવાસની આરોગ્ય પર સારી અસર થાય છે કે ખરાબ તેને લઇને વિશ્વભરના લોકોમાં સતત ચર્ચા ચાલતી રહે છે. આ પ્રશ્નનો નક્કર જવાબ હજુ મળી રહ્યો નથી. હવે આનો જવાબ નવા અભ્યાસમાં મળી ગયો છે. લંડનમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સપ્તાહમાં એક અથવા તો બે વખત ઉપવાસની આરોગ્ય પર સારી અસર થાય છે.
|
Tuesday, 21 February 2012 21:45 ઉપવાસની આરોગ્ય પર સારી અસર થાય છે કે
|
|
Tuesday, 21 February 2012 21:17 પુરૃષો વણઓળખાયેલી મહિલાઓ સાથે સેક્સ
|
|
Tuesday, 21 February 2012 21:17 તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ
|
|
Friday, 17 February 2012 20:02 તમારી વય વધવાની ગતિ કેટલી રહેશે એટલે
|
|
Friday, 17 February 2012 20:01 વેલેન્ટાઈન ડેની ઉજવણી તાજેતરમાં જ
|